Sunday, 26 November 2017

આવી સુંગધ દૂર કોઈક ખૂણેથી, ને ભાન થોડું ભુલાઈ ગયું,
પરિમિલિત એ હવા માં, વગર પાંખે ઉંડાઇ ગયું,
ઝણકી ઝાઝર સોનેરી, ને તાલનું ઠેક અપાઈ ગયું,
ગાજતા એ રાગમાં, ગીત હેત નું ગવાઈ ગયું,
ઝલક દેખાઈ એના પડછાયાની, ને ડગલું એક ચૂકાઈ ગયું,
લાગણીના આ દરિયામાં પડતાજ ભાઈ તરતા ભુલાઈ ગયું,
હસ્યું કોઈ ખડખડાટ, ને વગર કારણે હસાઈ ગયું,
મજાકમાં આંસુ એટલા પડ્યા, કે રડતાજ ભુલાઈ ગયું,
એ સામે આવ્યા, ને હૃદય ધબકારો ચુકી ગયું,
ચાલતા ભર તાપમાં, ચંદનનું ઝાડ આવી ગયું,
ઝાલ્યો હાથ હાથમાં, ને સમય નું પૈંડું અટકી ગયું,
વખતના એ અલ્પવિરામમાં, વૈકુંઠલોક મળી ગયું,
લઇને ઉભાતાં ખાલી ખોબો, ને સોનુ કોઈક આપી ગયું,
દિશાવિહીન દિન ને, ધનિક કોઈ બનાવી ગયું .......................

-ધૈર્ય દેસાઈ 

Sunday, 5 November 2017

આવી સુંગધ દૂર કોઈક ખૂણેથી, ને ભાન થોડું ભુલાઈ ગયું,
પરિમિલિત એ હવા માં, વગર પાંખે ઉંડાઇ ગયું,

ઝણકી ઝાઝર સોનેરી, ને તાલનું ઠેક અપાઈ ગયું,
ગાજતા આ રાગમાં, ગીત હેત નું ગવાઈ ગયું,

ઝલક દેખાઈ એના પડછાયાની, ને ડગલું એક ચૂકાઈ ગયું,
લાગણીના આ દરિયામાં પડતાજ ભાઈ, તરતા ભુલાઈ ગયું,

હસ્યું કોઈ ખડખડાટ, ને વગર કારણે હસાઈ ગયું,
મજાકમાં આંસુ એટલા પડ્યા, કે રડતાજ ભુલાઈ ગયું,

એ સામે આવ્યા, ને હૃદય ધબકારો ચુકી ગયું,
ચાલતા ભર તાપમાં, ચંદનનું ઝાડ આવી ગયું,

ઝાલ્યો હાથ હાથમાં, ને સમય નું પૈંડું અટકી ગયું,
વખતના એ અલ્પવિરામમાં, વૈકુંઠલોક મળી ગયું,

લઇને ઉભાતાં ખાલી ખોબો, ને સોનુ કોઈક આપી ગયું,
દિશાવિહીન દિન ને, ધનિક કોઈ બનાવી ગયું  .......................

Monday, 12 June 2017

વરસ તું, આજે મન મૂકી ને વરસ,
બૂમ પાડી ને, આકાશ ફાડીને વરસ,

બૌ ગરમ થઇ છે ભૂમિ, ઠંડી પાડવા તું વરસ,
તરસ્યા આ હોઠ માટે, અમૃત બની તું વરસ,

પડ તું પ્રચંડ ગતિ એ, દરિયા ને મીઠો કરવા વરસ,
પીળાં થતા પાન ને, ફરી લીલા કરવા તું વરસ,

એકલા ચાલતા ને સંગાથ આપવા, ચાલતા ને દોડાવવા વરસ,
લોભ ની વ્યાખ્યા બદલાતી ચાલી, લોભયા ને નાથવા તું વરસ,

ઈર્ષ્યા ની સીમા ક્યાં, બળતી જ્વાળા ઠરાવવા તું વરસ,
અહંકાર માં રાવણ ને પછાડ્યો, હાથી ને નમાવવા વરસ,

ભીંજાવ તું, તરબોળ કરી નાખ, પ્રેમ ના મધુર સ્વરે વરસ,
પ્રેમ માં પડેલા પારેવાને, તારી બાથ માં લેવા તું વરસ,

આવ તું, માટી ભીની કરી દે, આ ઉકળાટ હોલવવા વરસ,
કંકાસને ગીતમાં બદલ, ઊંઘ નથી આવતી, હાલરડું બની તું વરસ,

જો તારી વાટ જગ જુવે, સાથે બેસી ગપ્પા મારવા વરસ,
ભોર થી સાંઝ, સાંઝ થી રાત, રાત થી સવાર સુધી તું વરસ,

બોલાવ પેલી વીજ ને, વાદળ ગર્જાવોને, સહસ્ત્ર ધારાએ વરસ,
થોડું અટકાવવા, સમય ને અલ્પવિરામ આપવા, તું વરસ,

વરસ તું, આજે મન મૂકી ને વરસ,
બૂમ પાડી ને, આકાશ ફાડી ને વરસ, ........................
ભૂતકાળ ના વાદળ ઘેરાયા કાળા, આભે,
થોડા પાણીએ ભીંજાયા, થોડા આંસુએ, આજે,

બારી નજીક મુકેલી મોંઘા લાકડાની ખુરશી પર,
થોડા જાગ્યા, થોડી ઠંડી ઊંઘ કાઢી, આજે,

આખો એ ઝીલી થોડી મીઠી વાછટ, ગાલે પણ ભાગ પડાવ્યો,
ખટ મીઠી સ્મુર્તી ના વંટોળ માં, વાળ ખોળાયા, આજે,

ટીપાંઓ ના રાગ માં, તાલ થોડો હાથ થી મૈં પણ આપ્યો ,
નાનપણ ના પેહલા પ્રેમે, વહાલ પાછો કર્યો મને, આજે,

ચા ની બૂમ પડી ખરી, ઘર ના કોક ખૂણે થી,
જૂની મૈત્રીની યાદગીરીજ તાજગી આપી ગઈ મને, આજે,

આળસ ની ચાદર ઓઢી, ધબકારાની લય બેસાડી એક ઢબે,
મનના બાયોસ્કોપથી, જાત ને તોફાન કરતા જોયો મૈં, આજે,

મેઘરાજ વરસતા રહ્યા, એક ધારે, વગર કોઈ તર્ક વિતર્કએ,
ભીની સાંઝ માં, વરસતી યાદ માં, જાતને મૈં પલાળી, આજે,

ગગન ના પ્રચંડ ગળગાડટ થી, પક્ષીઓ ચમક્યા જરૂર ચારે દિશાએ,
વીજળી મને પાછો લઇ આવી, થોડા અવાજે ડરાવ્યા, થોડા યાદે, આજે........      

Saturday, 20 May 2017

ઈશારા ઘણું કેહતા હશે, કોઈક વખત તો જરૂર બોલાય,
વાહલા પ્રેમ હોઈ તો કઈ દે ને, પ્રેમ માં પડખું થોડું ફરાય ,

અસર ઘણી થઇ હશે સંઘર્ષની, દુખેતો એક વાર જરૂર કેહવાય,
મૂંગા રહી ને કે પછી ગામ ગજવીને રોદણાં થોડા રડાય,

પાસાં ઘણાં છે ચાહતના, પોતાનો જ કક્કો થોડો ખરો કરાય,
લાગણીમાં ઇનામ છે બોલવનાં, દર વખતે ઈશારાના તીર ના મરાય,

હાથ ઝૂટાવવા કરતા, હાથમાં હાથ સહજ ઝાલી ને ચલાય,
પ્રિયને વાત સીધી કેહવી, કટાક્ષના અહીંયા કોયડાના મુકાય,

પ્રીતિની વાસ ના આવે, પ્રેમની એ ભીની મહેક સૂંઘાય,
નીચી રમતો મૂકી, નદી કિનારે રાધા સાથે રાસ રમાય,

સરખું ભાન રાખેલું સારું, વાંઢાની વાડ તોજ કુદાય,
ખોટ્ટા શ્રમ કરવા કરતા, છાયડે આરામથી બેસાય,

 થશે થોડી તકલીફ કદાચ, મનમિતને પણ તોજ મળાય,
તપસ્યા કઠોર કરવી પડે, મોક્ષ ની પ્રાપ્તિ તોજ થાય,

મોક્ષની પ્રાપ્તિ તોજ થાય.....................  

Thursday, 27 April 2017

હસ્તા છો તો ઠીક છે, બાકી બધું ફોક છે,
શ્વાસમાં સુગંધ છે તો ઠીક છે , બાકી બધું ફોક છે,

ધબકારે ધબકારે પ્રેમ વધે તો ઠીક છે , બાકી બધું ફોક છે,
આંખોમાં ચમક આવે તો ઠીક છે , બાકી બધું ફોક છે,

કાને મધુર સંગીત સંભળાઈ તો ઠીક છે , બાકી બધું ફોક છે,
પગ તમારા તાલે ઝૂમે તો ઠીક છે, બાકી બધું ફોક છે,

ભેરુ સાથે ગમ્મત કરી તો ઠીક છે , બાકી બધું ફોક છે,
રડવા ખભુ આપ્યું તો ઠીક છે , બાકી બધું ફોક છે,

રિસાયલા બાળકને ગાઈ સંભળાવ્યું તો ઠીક છે , બાકી બધું ફોક છે,
ખોવાયલા યાત્રી ને રસ્તો બતાવ્યો તો ઠીક છે , બાકી બધું ફોક છે,

પહેલા વરસાદમાં ભીંજાયા તો ઠીક છે , બાકી બધું ફોક છે,
આસું તમારા ધોવાયા તો ઠીક છે, બાકી બધું ફોક છે,

ખટમીઠું કૈક ચાખ્યું તો ઠીક છે , બાકી બધું ફોક છે,
પેટ માં સંતોષ થયો તો ઠીક છે , બાકી બધું ફોક છે,

ઊંઘ ઊંડી ઉતરી તો ઠીક, બાકી બધું ફોક છે,
સાપને પરી દેખાઈ તો ઠીક, બાકી બધું ફોક છે,

બાકી બધું ફોક છે...................

Tuesday, 28 March 2017

તું હાથ તો આપ, જીવનભર નહી છોડું,
મારા વહાલ ના દરિયામાં, તને તરબોળું,

તું આંખો તો વીંચ, તને સપનાં સતરંગી બતાવું,
ચાલ કઈ બતાવું, મેઘધનુષના રંગોમાં તને વીટાળું ,

તું એક ડગલુંતો ભર, મારા સ્નેહની પાંખે તને ઉડાવું,
જરાં હિમ્મત તો કર, તને મૃગજળની સફર કરાવું,

તું એક શબ્દ તો બોલ, વાતો ના વંટોળ બનાવું,
જરા હસી તો દે, મશ્કરી ની લેહેર દોડાવું,

તું આંસુ તો પાડી જો, જગ તારી સામે ઝુકાવું,
આ મધ તારું, ઝહેર હું મારા ગળે ઉતારું,

તું આંગળી તો ચિન્ધ, જીવન નું એ પાસું લાવું,
વૈરાગી તું કેવી થાય , મારા મોહ એ તને બંધુ,

તું આવ તો ખરી, તારી સાથે અઢી અક્ષરે બંધાવું,
સાથે રાસ રમી, કામદેવ ના બાણે તને વીંધાવું,

તું કૈક કે તો ખરી, તારી ચુપ્પી ને હું શું સમજુ,
ચાલ એક ઈશારો કરી દે, બે ને બે ચાર હું કરાવું,

તું હાથ તો આપ, જીવનભર નહી છોડું,
મારા વહાલ ના દરિયામાં, તને તરબોળું  ........