Monday 15 December 2014

આજે મન મા એક અજીબ ગુથ્થી ઉદભવી છે, એક અનોખો સવાલ ધ્યાન પર આવ્યો છે,
આજે થયું પુછીજ લઉં,આ ગુચવણ સુલ્જ્હાવી દઉં, ઓ જીંદગી, ક્યારેક તો હસતી હશે ને તુ,

તારા કેટલાય નામ છે, તારા કેટલાય રૂપ છે, માનવી ની સૌથી મોટી પહેલી છે તું,
આટલો મોટો પ્રશ્ન બની ને, ઓ જીંદગી, ક્યારેક તો હસતી હશે ને તું,

ધનિક ની સૌથી મોટી મહત્વાકાંક્ષા છે તું, રંક ની સૌથી મોટી પીડા છે તું,
સમાજ ની આ ગુચવણ જોઈ ને, ઓ જીંદગી, ક્યારેક તો હસતી હશે ને તું,

રસ્તે જતા માણસો માં આપલે થતી ગાળો માં છે તું, દર્રેક ની પોતાની જાગીર છે તું,
પોતાનું આવું મૂલ્યાંકન થતું જોઈ ને, ઓ જીંદગી, ક્યારેક તો હસતી હશે ને તું,

એક મજદૂર ના શ્રમ નો નીચોડ છે તું, એના બાળક ના સ્મિત નું  સ્વરૂપ છે તું,
એ નાનકડા ભૂલકા નું સ્મિત જોઈ ને, ઓ જીંદગી, ક્યારેક તો હસતી હશે ને તું,

ભીડમાં ચાલતા માણસ ની મિત્ર છે તું, રડવું તારા લીધે, હસવાનું કારણ છે તું,
માનવી ની આ વ્યથા જોઈ ને, ઓ જીંદગી, ક્યારેક તો હસતી હશે ને તું,

મિત્રો વચ્ચે નો ખીલખીલાટ, દુશ્મનો વચ્ચે નો વેર છે તું,
આ સંબંધ જોઈને, ઓ જીંદગી, ક્યારેક તો હસતી હશે ને તું,

એક અશિક ની તમન્ના, એક કવિ ની કલ્પના, એક યોદ્ધા ની શત્રુ છે તું,
આવા યુગ પુરુષોને જોઈ ને, ઓ જીંદગી, ક્યારેક તો હસતી હશે ને તું,

તુજ બેવફા પાછળ દુનિયા દીવાની છે, મૌત ની મૈત્રી કોને વાહલી છે,
માણસ ને આમ પજવી ને, ઓ જીંદગી, ક્યારેક તો હસતી હશે ને તું,

ને જો હસતી હોઈ તું, એ જીંદગી, એટલી કૃપા તારે કરવીજ રહી,
અમ્ને  હસતા શીખવી દે, ઓ જીંદગી, તું, અમ્ને  હસતા શીખવી દે...