Tuesday 3 November 2015

સાંભળી ચોક્કસ વાંસળી વાગતી કસ્સે,
વગળી કોણે નહી જણાયું, પૂછી જોયું મૈં ,

હવા ફેફસાની જગ્યાએ હૈયે પહોચી, ચકાસી જોયું મૈં ,
અત્તર ભીની મહેક હતી નક્કી, સુંઘી જોયું મૈં

જમવાનું દેખાવે જરા અલગ લાગ્યું, ધારીને જોયું મૈં,
મેથ્યા માં મધ હતું પાક્કું, બે વાર ચાખી જોયું મૈં,

જમીન પથરાળ હતી, ફરતે દબાવી જોયું મૈં ,
ઊંઘ આવતા વાર ન લાગી, ઊંઘી જોયું મૈં ,

વાતમાં જાણે કઈ હતું નહી, બરોબર વાગોળી જોયું મૈં,
મોઢાંનું માપ ચોક્કસ વધી ગયું, ભાઈ માપી જોયું મૈં ,

ગાતા કઈ બો ખાસ આવડતું નથી, એકાદ વાર ગાઈ જોયું મૈં ,
કાંઠે થી આલાપ નીકળ્યા, વિદ્વાનોને સંભળાવી જોયું મૈં ,

બૌ લોકો નથી ગમતા મને, ચેતન સાથે ચર્ચી જોયું મૈં ,
ગર્દી માં લોકો ને ભેટ્યો, ચેતન ને દગો દીધો મૈં ,

વંટોળ કોઈ ચોક્કસ ઊંચકાયું, એ બાજું જઈ જોયું મૈં ,
ઈન્દ્રીઓ અને રૂહ એક થઇ મિત્ર, આવા હાલ પ્રેમ માજ થાય
                   કેશવ ને પૂછી જોયું મૈં  ............................................

Thursday 15 October 2015

થોડું આવડે છે, થોડું નથી સમ્જ્હાતું, બેનેબે ચાર નથી થતાં, શું કરું,

થોડું આવડે છે, થોડું નથી સમ્જ્હાતું, બેનેબે ચાર નથી થતાં, શું કરું,
નોટ ચોપડી પકડી ને બેઠો છું, અક્ષર નથી ઉકેલાતા, શું કરું,

પેન્સિલ તો પકડી છે, નસીબ લખતા નથી આવડતું, શું કરું,
મેહનતે મહેલ બાંધ્યો, કોઠી કકડભૂસ થઇ જાય છે, શું કરું,

આજું બાજુ વ્હાલ રેલાઈ છે, વ્હાલમાં નાહતાં નથી આવડતું, શું કરું,
સુગંધ તો ચોમેર પ્રસરી છે, નાક શરદી એ બંધ કર્યું છે, શું કરું,

ફળિયા માં રમવા બધાં બોલાવે છે, જરાં પગ દુખે છે, શું કરું,
ઠંડી બહાર ગુલાબી ચાલી છે, શાલ ઓઢવી પડે છે, શું કરું,

વાણી સારી રાખવી છે, મોઢાં માં ચાંદા પડ્યા છે, શું કરું,
વગર બાણ ચલાવ્યે બધાં હૈયાં વિંધાય જાય, શું કરું,

ખડખડાટ હસવાની ઈચ્છા તો છે, દાંત જરાં પીળા છે, શું કરું,
રમુજી વાતો તો લોકો બૌ કરે, હાસ્ય રસ ની ખોટ છે, શું કરું,

ઊંઘ તો સરસ આવી જાય, ઊંઘમાં સપનાં પૂરા નથી થતાં , શું કરું,
ચાલતો આવું કઈ ખાસ નથી, થોડી વારે તરસ લાગે છે, શું કરું,

એકાંત માં મૂંગો બેસું, હૃદયની બૂમો બંધ નથી થતી, શું કરું,
ગઈલાને જાણે પાછા બોલાવવા છે, અહમ નડે, શું કરું,

ભીડમાં ચાલવાનું બંધ કરવું છે, દરયો નથી ખૂટતો, શું કરું,
ગામ પાછા ફરવું છે, પૈસા નો મોહ નથી છુટતો, શું કરું, 

Wednesday 30 September 2015

આ ગીચો ગીચ શહેરમાં, કોઈ જાણીતું કેમ ભત્કાતું નથી

આ ગીચો ગીચ શહેરમાં, કોઈ જાણીતું કેમ ભત્કાતું નથી,
માણસના આ મહા મેળામાં, કોઈ હસતું કેમ દેખાતું નથી,

સળસળાટ દોડતી મોટરમાં, જીવ ને કેમ શાંતિ નથી,
ભર બપોરના તડકામાં, છાઈડો કેમ કસ્સે આવતો નથી,

ભીડમાં અથડાતાં માણસની, ઉતાવળ કેમ ખૂટતી નથી,
ઘડીક ઉભા રહીને, ઘૂંટડો પીવાની કેમ કોઈને તરસ નથી,

બાળપણની નિખાલસતાની, કેમ કોઈને ઉણપ નથી,
માથે વજન લઈ ને ચાલતા, કેમ કોઈને થાક નથી,

ખાલી મેહેલ માના પડઘાનો, કેમ કોઈને કંકાસ નથી,
કાગળના ઢગલાની દુર્ગંધ, કેમ કોઈના નાકે ચડતી નથી,

આ આત્માઓની વચ્ચેની દીવાલ, કેમ કોઈ ને નડતી નથી,
અરીસા સામે બેઠેલી વ્યક્તિ, કેમ પારકી બની સમજાતી નથી,

આ ગીચો ગીચ શહેરમાં, કોઈ જાણીતું કેમ ભત્કાતું નથી,
માણસના મહા મેળામાં, કોઈ હસતું કેમ દેખાતું નથી.............

Thursday 27 August 2015

ગઈકાલે ચાલવા નીકળ્યો, ઘરની બહાર બૂટ પેરીને ગયો તો પગમાં માટી ના લાગી,
જરા નવાઈ લાગી, ધ્યાનથી જોયું, બહાર ચોખ્ખો ચળકતો નક્કર પથરાવ, એક સરખો,

હશે, વિચારી ને આગળ વધ્યો, છોકરાં રમતા નોતા, ખાલી ફળિયું દેખાયું જાણે,
કૂતરા પણ ઓછા દેખાયા, સુક્કો, પોલો પવન અજ અથડાયો, બીજું કઈજ નહિ,

બે ડગલાં ભરી ને પાદર તરફ વળ્યો, એકાદ ઘર પર નવો પૈંટ દેખાયો, બસ,
સામે ત્યાં જ્હુપડી હતી, શેરડી નો રસ પિતા અમે ત્યાં, જાપ્લું બંધ દેખાયું આજે,

ટાંકી બનાવલી છે જબરદસ્ત, કોઈએ કીધું કે એ તો ખાઈકી ની નિશાની છે,
જરા ગુચવાયો તો ખરો, આમ કેમ થયું, ગોળ ફરી ને ભાનની ખાત્રી કરી,

રસ્તા જાણે બદલાયા નોતા એ સારું થયું, હા, સપાટી પેલ્લા કરતા સારી,
ઘણી વાર્તાઓ રાહ જોઇને બેથી છે, પણ કોઈ સંભાળવા વાળું છેજ નહિ,

મોઢા પર કરચલીઓ દેખાઈ છે, કોઈને કોઈ ક્રીમ કામ નથી લાગ્યા,
નવાઈની વાત એ છે ક બધાં એક અજ દિશા બાજુ જોઈને બેસવા માંડ્યા,

જોવાયું નહિ આ બધું, એટલે પાછો ઘરે આવી ગયો, બૂટ કાઢ્યા, ને બેઠો,
જેવી નજર ઉંચી કરી, ઘર નો મોભ નમેલો દેખ્યો, ઉધઈ લાગી ગઈ કદાચ,  

Saturday 15 August 2015

આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

અરે! ક્યાં હતો, દેખાયોજ નહી, થાકેલો લાગે છે, મુક ભાઈ, થેલો નીચે મુક,
શું થયું? કેમ આટલો માંદો દેખાય છે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

આંખ કેમ લાલ છે તારી? કયા જોરે ભાઈ તારાં પાણી કાડ્યા,
લે, આ રૂમાલ વાપર, આવ દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

વરસોના દેશી હિસાબ મૈં પણ ભર્યા છે, તું પણ જાણે નફો નુકસાન જોતો હશે,
ચાલને બેસ્યે, ધંધાની સફળતાં માપ્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

બો દુરથી તું પણ ચાલતો આવ્યો લાગે છે, મૈં પણ હમણાંજ જોડા કાડ્યા,
આ પીપળે આપળે વિસામો લઈએ, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,  

તારે પણ જાણે પોતાના પાછળ છુટ્યા,હું પણ ઘણાંને વળાવીને આવ્યો,
સાથે મળી બધાને પાછા બોલાવ્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

સાત થીકડી, ને સંતાકુકડી તારી જેમ મારે પણ પાછી રમી જોવી છે,
બેસીને નિયમ તો નક્કી કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

દાદા દાદીનીવાર્તા તને યાદ છે કે? મૈં તો મારો જુનો ખજાનો ખોલ્યો,
ચાલને એક બીજા ને વાર્તા કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

વાળ તારા પણ ધોળા થવા માંડ્યા ને? મારેતો મેહંદી નાખવાનો વારો આવ્યો,
જરા પાછા ભૂલકા બની વાળ કાળા કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

માથા નો ભારો તું પણ કસ્સે મૂક, હું પણ મારો બોજો ઉતારી મુકું,
ચાલ ને થોડી મશ્કરી કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે !!!!!! 

Friday 7 August 2015

આજે કઈક કરવાનું મન થયું

આજે બેઠા બેઠા કઈક કરવાનું મન થયું, પોતાની જાત ને તસ્દી આપવાનું મન થયું,
કઈક જુનું કરવાનું મન થયું, આજે લખવાનું મન થયું, વરસાદમાં નાહવાનું મન થયું,

એક ધારું અને એક ચિત્તે બેસી રહી સમય વિતાવવાની પ્રથા ને બંધ કરવાનું મન થયું,
આજે શાંતિ ભંગ કરી, મને નાના ભૂલકાની જેમ ચીસ પાડીને તોફાન કરવાનું મન થયું,

ગરમા ગરમ ચા અને ભજીયા ની જગ્યા એ, મને પ્રકતિ સાથે ધમાલ પાડવાનું મન થયું,
શાણો તો જાણે રોજ અજ હોવ છુ, આજે મિત્રો સાથે મળી મને ગાંડો બનવાનું મન થયું,

ગંદા થતા તો પોતાની જાતને બચાવ અજ છું, આજે ખાબોચિયામાં છબછબીયા કરવાનું મન થયું,
 આમ તો રોજ દોડ લાગાવુજ છું, આજે કાગળ ની હોળી બનાવી હરોળ માં ઉતારવાનું મન થયું,

આમ તો રોજ ગર્દી માજ ચાલુ છું, દિલ થી વરશતા આ મેઘ માં આજે એકલા ચાલવાનું મન થયું,
માણસો સાથે તો બૌ વાત કરી, આજે  વૃક્ષો, પશુઓ અને દેડકો સાથે ગપ્પા મારવાનું મન થયું,

મિત્રો સાથે તો રોજ વાત થતીજ હોઈ છે, આભે થી ઉતરેલા ટીપાઓ સાથે લટાર મારવાનું મન થયું,
બંધ બારને પવન ને તો ઘણો રોક્યો, આજે પવન સાથે આવતી વાછટને મોઢા પર લેવાનું મન થયું,

યાંત્રિક જીંદગી તો રોજ અજ ચાલતી રેહવાની, આજે એ યંત્ર ને થોબીજા કહી શ્વાસ લેવાનું મન થયું,
આજે મને કઈક  જુનું કરવાનું મન થયું, આજે મને લખવાનું મન થયું, વરસાદ માં નાહવાનું મન થયું।

Friday 17 April 2015

ધરા થી ઉપ્પર ઉઠતા ધુમાડા નુ ઠેકાણું કસ્સે તો હશે, હળવે થી વાતા આ વાયરા નું ઘર ક્યાંક તો હશે,
પગને ભિન્જાવતા આ મોજા કેમ આટલા ખુશ હશે, પોતાની મસ્તીમાં જ્હુલ્તા વૃક્ષોના મનમાં કયો રાગ હશે,

ઉંચે આભે ઉડતા પક્ષીઓના કલરવ નો અર્થ શું હશે, રસ્તા પર ભસતા કુતરાઓ ના ગુસ્સા નુ કારણ કોણ હશે,
મંદિરમાં થતા શંક્નાદનો અવાજ કોના કાને પહોચતો હશે, પૂજાના શ્લોકોમાં વસતો પ્રભુ કોઈએતો જોયો હશે,

હજારો સપનાઓ બતાવતા મનની ઊંડાઈ કોઈએ તો માપી હશે, એની સાચી મિત્રતા કોઈએ તો પારખી હશે,
હસતું મોઢું રાખતા આ માણસે કેટલાં દુઃખ સંતાડ્યા હશે, સ્મશાને બળતી પેલી લાશનું જીવન શું સાર્થક થયું હશે,

આ લાંબો રસ્તો શું સતત ચાલતા રેહવાનો પાઠ ભણાવતો હશે, આ અનંત માર્ગ પર મળતા યાત્રીઓનું ઠેકાણું શું એકજ હશે,
સ્વર્ગ થી ઉતરતી એ વીજળી ને આટલી ઉતાવળ કેમ હશે, મુશળધાર વરસતા એ મેઘ પાસે કયા વૈદ ની દવા હશે,

મોઢેથી નીકળતા શબ્દો પર ક્યારેકતો નિયંત્રણ આવતો હશે, પોતની બાજુમાં ઉભેલાને ક્યારેક તો માનવી ગણતા હશે,
કળયુગ ના આ દૌર માં આ જીવ ની કેટલીક કિંમત થતી હશે, કરોડો રૂપિયા દાનમાં આપતો શું દરેક દાની દાનવીર કર્ણ જ હશે,

ઉંચી ઈમારત ને તાકી રહેલા બાળક ના મગજ માં શું સવાલ હશે, ભરપેટ ખોરાક થી વધારે એના માટે શું કીમતી હશે,
કાળી મજુરી કરતા પેલા મજુર નું શરીર શું લોખંડ નું બનેલું હશે, એના શ્રમ ની પાછળ કઈ પ્રેરણા નો ટેકો મળતો હશે,

મને આ બધા સવાલો શું અર્થહીન ઉઠતા હશે, નવરા બેઠેલા ચિત્ત નું શું આજ પરિણામ હશે,
શરૂઆત થીજ કદાચ આ કોઈડાઓ જેમ ના તેમ રહ્યા હશે, એટલેજ જાણે મારા જેવા કવિ થયા હશે ....

Saturday 14 March 2015

કોઈક વાર ગાંડા થવાની પણ મજા આવતી હશે

કોઈક વાર ગાંડા થવાની પણ મજા આવતી હશે,
દુનુયા સામે આંગળી ચિંધી હસવાની પણ મજા આવતી હશે !

સમય નું ભાન ભૂલી ને ભટકવાની પણ અલગ મોજ હશે,
ઘડિયાળના કાંટાને આરામ આપવાની સાહેબી પણ ઔરજ હશે !

તરસ ને ભૂખ નામની બલાઓ ને ખદેડવાની વાત કેટલી સરસ હશે,
ભ્રમાંડના અઘરાં કોઈડા સુલ્જ્હવાની જવાબદારી કઈ નાની થોડી હશે !

પોતાની મસ્તીમાં જ્હુમ્વામાં પણ કૈક અલગજ આનંદ આવતો હશે,
મુન્જ્હવણ નામની પનોતીને ચોરે મુકવાનો રૂઆબ પણ ઓછો થોડો હશે !

ચોમાસું, ઉનાળો કે શિયાળો, વેધરપ્રૂફ થવાનો ફાઈદો તો જરૂર થતો હશે,
ચોમેર પથરાઈલી કુદ્રત સાથે મશ્કરી કરવાની વાત પણ કૈક નિરાલીજ  હશે !

ચાર દીવાલો અને છાપરામાં રેવાની  ગુંગળામણ જરૂર થતી હશે,
ધારે ત્યાં પથારી નાખી ઘેનને આવકારવાની લાલચ પણ અનોખી હશે !

શાણાઓ ના તિરસ્કાર પર ગુચવાવાનો અનુભવ પણ જુનો હશે,
સમાજ ના શાણપણ ને પડકારવાની તજવીજ જરૂર થતી હશે !

ચાલતા ચાલતા થાકવાની બીક તો તદ્દન અજાણી વાત હશે,
તળિયાને ધરા પર ઘસવાની કસરત પણ જાણે રોજનું કામ હશે !

નદી કિનારે બેસી જાતને ઓળખવાની ઝંખ્ના તો જાણે થતીજ હશે,
રોજ નવી સક્શીયતને મળવાનો ઉમળકોતો ચોક્કસ ઉભરતો હશે !

કોઈક વાર ગાંડા થવાની પણ મજા આવતી હશે,
દુનિયા સામે આંગળી ચીંધી હસવાની પણ મજા આવતી હશે.......