Wednesday 30 September 2015

આ ગીચો ગીચ શહેરમાં, કોઈ જાણીતું કેમ ભત્કાતું નથી

આ ગીચો ગીચ શહેરમાં, કોઈ જાણીતું કેમ ભત્કાતું નથી,
માણસના આ મહા મેળામાં, કોઈ હસતું કેમ દેખાતું નથી,

સળસળાટ દોડતી મોટરમાં, જીવ ને કેમ શાંતિ નથી,
ભર બપોરના તડકામાં, છાઈડો કેમ કસ્સે આવતો નથી,

ભીડમાં અથડાતાં માણસની, ઉતાવળ કેમ ખૂટતી નથી,
ઘડીક ઉભા રહીને, ઘૂંટડો પીવાની કેમ કોઈને તરસ નથી,

બાળપણની નિખાલસતાની, કેમ કોઈને ઉણપ નથી,
માથે વજન લઈ ને ચાલતા, કેમ કોઈને થાક નથી,

ખાલી મેહેલ માના પડઘાનો, કેમ કોઈને કંકાસ નથી,
કાગળના ઢગલાની દુર્ગંધ, કેમ કોઈના નાકે ચડતી નથી,

આ આત્માઓની વચ્ચેની દીવાલ, કેમ કોઈ ને નડતી નથી,
અરીસા સામે બેઠેલી વ્યક્તિ, કેમ પારકી બની સમજાતી નથી,

આ ગીચો ગીચ શહેરમાં, કોઈ જાણીતું કેમ ભત્કાતું નથી,
માણસના મહા મેળામાં, કોઈ હસતું કેમ દેખાતું નથી.............