Thursday 15 October 2015

થોડું આવડે છે, થોડું નથી સમ્જ્હાતું, બેનેબે ચાર નથી થતાં, શું કરું,

થોડું આવડે છે, થોડું નથી સમ્જ્હાતું, બેનેબે ચાર નથી થતાં, શું કરું,
નોટ ચોપડી પકડી ને બેઠો છું, અક્ષર નથી ઉકેલાતા, શું કરું,

પેન્સિલ તો પકડી છે, નસીબ લખતા નથી આવડતું, શું કરું,
મેહનતે મહેલ બાંધ્યો, કોઠી કકડભૂસ થઇ જાય છે, શું કરું,

આજું બાજુ વ્હાલ રેલાઈ છે, વ્હાલમાં નાહતાં નથી આવડતું, શું કરું,
સુગંધ તો ચોમેર પ્રસરી છે, નાક શરદી એ બંધ કર્યું છે, શું કરું,

ફળિયા માં રમવા બધાં બોલાવે છે, જરાં પગ દુખે છે, શું કરું,
ઠંડી બહાર ગુલાબી ચાલી છે, શાલ ઓઢવી પડે છે, શું કરું,

વાણી સારી રાખવી છે, મોઢાં માં ચાંદા પડ્યા છે, શું કરું,
વગર બાણ ચલાવ્યે બધાં હૈયાં વિંધાય જાય, શું કરું,

ખડખડાટ હસવાની ઈચ્છા તો છે, દાંત જરાં પીળા છે, શું કરું,
રમુજી વાતો તો લોકો બૌ કરે, હાસ્ય રસ ની ખોટ છે, શું કરું,

ઊંઘ તો સરસ આવી જાય, ઊંઘમાં સપનાં પૂરા નથી થતાં , શું કરું,
ચાલતો આવું કઈ ખાસ નથી, થોડી વારે તરસ લાગે છે, શું કરું,

એકાંત માં મૂંગો બેસું, હૃદયની બૂમો બંધ નથી થતી, શું કરું,
ગઈલાને જાણે પાછા બોલાવવા છે, અહમ નડે, શું કરું,

ભીડમાં ચાલવાનું બંધ કરવું છે, દરયો નથી ખૂટતો, શું કરું,
ગામ પાછા ફરવું છે, પૈસા નો મોહ નથી છુટતો, શું કરું,