Tuesday 28 March 2017

તું હાથ તો આપ, જીવનભર નહી છોડું,
મારા વહાલ ના દરિયામાં, તને તરબોળું,

તું આંખો તો વીંચ, તને સપનાં સતરંગી બતાવું,
ચાલ કઈ બતાવું, મેઘધનુષના રંગોમાં તને વીટાળું ,

તું એક ડગલુંતો ભર, મારા સ્નેહની પાંખે તને ઉડાવું,
જરાં હિમ્મત તો કર, તને મૃગજળની સફર કરાવું,

તું એક શબ્દ તો બોલ, વાતો ના વંટોળ બનાવું,
જરા હસી તો દે, મશ્કરી ની લેહેર દોડાવું,

તું આંસુ તો પાડી જો, જગ તારી સામે ઝુકાવું,
આ મધ તારું, ઝહેર હું મારા ગળે ઉતારું,

તું આંગળી તો ચિન્ધ, જીવન નું એ પાસું લાવું,
વૈરાગી તું કેવી થાય , મારા મોહ એ તને બંધુ,

તું આવ તો ખરી, તારી સાથે અઢી અક્ષરે બંધાવું,
સાથે રાસ રમી, કામદેવ ના બાણે તને વીંધાવું,

તું કૈક કે તો ખરી, તારી ચુપ્પી ને હું શું સમજુ,
ચાલ એક ઈશારો કરી દે, બે ને બે ચાર હું કરાવું,

તું હાથ તો આપ, જીવનભર નહી છોડું,
મારા વહાલ ના દરિયામાં, તને તરબોળું  ........   

No comments:

Post a Comment