Sunday 5 November 2017

આવી સુંગધ દૂર કોઈક ખૂણેથી, ને ભાન થોડું ભુલાઈ ગયું,
પરિમિલિત એ હવા માં, વગર પાંખે ઉંડાઇ ગયું,

ઝણકી ઝાઝર સોનેરી, ને તાલનું ઠેક અપાઈ ગયું,
ગાજતા આ રાગમાં, ગીત હેત નું ગવાઈ ગયું,

ઝલક દેખાઈ એના પડછાયાની, ને ડગલું એક ચૂકાઈ ગયું,
લાગણીના આ દરિયામાં પડતાજ ભાઈ, તરતા ભુલાઈ ગયું,

હસ્યું કોઈ ખડખડાટ, ને વગર કારણે હસાઈ ગયું,
મજાકમાં આંસુ એટલા પડ્યા, કે રડતાજ ભુલાઈ ગયું,

એ સામે આવ્યા, ને હૃદય ધબકારો ચુકી ગયું,
ચાલતા ભર તાપમાં, ચંદનનું ઝાડ આવી ગયું,

ઝાલ્યો હાથ હાથમાં, ને સમય નું પૈંડું અટકી ગયું,
વખતના એ અલ્પવિરામમાં, વૈકુંઠલોક મળી ગયું,

લઇને ઉભાતાં ખાલી ખોબો, ને સોનુ કોઈક આપી ગયું,
દિશાવિહીન દિન ને, ધનિક કોઈ બનાવી ગયું  .......................

No comments:

Post a Comment