Friday 17 April 2015

ધરા થી ઉપ્પર ઉઠતા ધુમાડા નુ ઠેકાણું કસ્સે તો હશે, હળવે થી વાતા આ વાયરા નું ઘર ક્યાંક તો હશે,
પગને ભિન્જાવતા આ મોજા કેમ આટલા ખુશ હશે, પોતાની મસ્તીમાં જ્હુલ્તા વૃક્ષોના મનમાં કયો રાગ હશે,

ઉંચે આભે ઉડતા પક્ષીઓના કલરવ નો અર્થ શું હશે, રસ્તા પર ભસતા કુતરાઓ ના ગુસ્સા નુ કારણ કોણ હશે,
મંદિરમાં થતા શંક્નાદનો અવાજ કોના કાને પહોચતો હશે, પૂજાના શ્લોકોમાં વસતો પ્રભુ કોઈએતો જોયો હશે,

હજારો સપનાઓ બતાવતા મનની ઊંડાઈ કોઈએ તો માપી હશે, એની સાચી મિત્રતા કોઈએ તો પારખી હશે,
હસતું મોઢું રાખતા આ માણસે કેટલાં દુઃખ સંતાડ્યા હશે, સ્મશાને બળતી પેલી લાશનું જીવન શું સાર્થક થયું હશે,

આ લાંબો રસ્તો શું સતત ચાલતા રેહવાનો પાઠ ભણાવતો હશે, આ અનંત માર્ગ પર મળતા યાત્રીઓનું ઠેકાણું શું એકજ હશે,
સ્વર્ગ થી ઉતરતી એ વીજળી ને આટલી ઉતાવળ કેમ હશે, મુશળધાર વરસતા એ મેઘ પાસે કયા વૈદ ની દવા હશે,

મોઢેથી નીકળતા શબ્દો પર ક્યારેકતો નિયંત્રણ આવતો હશે, પોતની બાજુમાં ઉભેલાને ક્યારેક તો માનવી ગણતા હશે,
કળયુગ ના આ દૌર માં આ જીવ ની કેટલીક કિંમત થતી હશે, કરોડો રૂપિયા દાનમાં આપતો શું દરેક દાની દાનવીર કર્ણ જ હશે,

ઉંચી ઈમારત ને તાકી રહેલા બાળક ના મગજ માં શું સવાલ હશે, ભરપેટ ખોરાક થી વધારે એના માટે શું કીમતી હશે,
કાળી મજુરી કરતા પેલા મજુર નું શરીર શું લોખંડ નું બનેલું હશે, એના શ્રમ ની પાછળ કઈ પ્રેરણા નો ટેકો મળતો હશે,

મને આ બધા સવાલો શું અર્થહીન ઉઠતા હશે, નવરા બેઠેલા ચિત્ત નું શું આજ પરિણામ હશે,
શરૂઆત થીજ કદાચ આ કોઈડાઓ જેમ ના તેમ રહ્યા હશે, એટલેજ જાણે મારા જેવા કવિ થયા હશે ....