Wednesday 22 April 2020

દરિયો

દરિયા તું આટલો ઉછળે કેમ, કયા ઘમંડ, કયા અહંકાર, કયી સિદ્ધિના પ્રતાપે,
તને તો સદિયોં વીતી અહીંયા, છતાં આટલી બેચૈની શા કારણે,

તને ભાઈ કેટલા દગા થયા, આટલી ખારાશ કોના આભારે,
ઊંડો પણ તું કઈ ઓછો થોડો છે, તારા તળિયા કયા નાકે,

તારે કયા ફાયદા જોવાના, આટલા બધા રંગ કયા મતલબે,
તારી પ્રેયસી કોણ, આટલો બધો ઉછળાટ કોના માટે,

ખાનગી તારા હૈયે પણ ઓછી થોડી છે, આટલો મૂંગો તું કેવી રીતે,
કિનારે આવીને તું પાછો જાય, આટલો શરમાળ કોના લીધે,

તારો કયો ધર્મ હણાયો, તોફાને તું શેનો ચડે,
તારો કયો અહમ હણાયો, વાવાઝોડા તારા હૈયે શા કારણે,

સ્વાર્થી તો તું લાગતો નથી, પછી તારા આટલાં રંગ બદલાય કયા હિસાબે,
જાતના તો તારા કોઈ પાપ નથી, આટલો બધો મેલ પછી કેમ તારા બારણે,

નથી કોઈ દિવસ પ્રેમ માં પડતા જોયો તને, આટલો મદમસ્ત કયી ખાનગીએ,
તાપ પ્રચંડ તો તારા પણ પડે છે, આટલો શિત છતાં કયી આવડતે,

અજીબ છે તું ને તારી વાતો, સમજવી મારે કયા માપદંડે,
બેસ, વાત કર, સમઝાવ, સાંભળ્યું છે અમૃત મળે છે તારા મંથને દરિયો

No comments:

Post a Comment