Saturday 15 August 2015

આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

અરે! ક્યાં હતો, દેખાયોજ નહી, થાકેલો લાગે છે, મુક ભાઈ, થેલો નીચે મુક,
શું થયું? કેમ આટલો માંદો દેખાય છે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

આંખ કેમ લાલ છે તારી? કયા જોરે ભાઈ તારાં પાણી કાડ્યા,
લે, આ રૂમાલ વાપર, આવ દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

વરસોના દેશી હિસાબ મૈં પણ ભર્યા છે, તું પણ જાણે નફો નુકસાન જોતો હશે,
ચાલને બેસ્યે, ધંધાની સફળતાં માપ્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

બો દુરથી તું પણ ચાલતો આવ્યો લાગે છે, મૈં પણ હમણાંજ જોડા કાડ્યા,
આ પીપળે આપળે વિસામો લઈએ, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,  

તારે પણ જાણે પોતાના પાછળ છુટ્યા,હું પણ ઘણાંને વળાવીને આવ્યો,
સાથે મળી બધાને પાછા બોલાવ્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

સાત થીકડી, ને સંતાકુકડી તારી જેમ મારે પણ પાછી રમી જોવી છે,
બેસીને નિયમ તો નક્કી કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

દાદા દાદીનીવાર્તા તને યાદ છે કે? મૈં તો મારો જુનો ખજાનો ખોલ્યો,
ચાલને એક બીજા ને વાર્તા કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

વાળ તારા પણ ધોળા થવા માંડ્યા ને? મારેતો મેહંદી નાખવાનો વારો આવ્યો,
જરા પાછા ભૂલકા બની વાળ કાળા કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે,

માથા નો ભારો તું પણ કસ્સે મૂક, હું પણ મારો બોજો ઉતારી મુકું,
ચાલ ને થોડી મશ્કરી કર્યે, આવને દોસ્ત, બેસ, થોડી વાતો કર્યે !!!!!! 

No comments:

Post a Comment